Gujarati Vyakaran | ગુજરાતી વ્યાકરણની સંપૂર્ણ જાણકારી



Gujarati Grammar: ગૂજરાતી વ્યાકરણ એ ગુજરાતી ભાષા ને વ્યવસ્થિત રૂપ આપવા માટે રચાયેલું એક પ્રકાર નું શાસ્ત્ર છે. જેમાં કેટલાક નિયમો આપવામાં આવેલ છે. આ નિયમો વડે ગુજરાતી ભાષા માં લખાતા કે બોલાતા શબ્દો અને વાક્યો નું બંધારણ નક્કી થાય છે. આમ ગુજરાતી વ્યાકરણ એ ગુજરાતી ભાષા ની નિયમાવલી પણ કહી શકાય.

ગુજરાતી ભાષા એ ભારતની 22 અનુસુચિત ભાષાઓ માં ની એક ભાષા છે. તે ગુજરાતી વ્યાકરણ વિશે જાણકારી મેળવતા પહેલા તેના ઇતિહાસ વિશે થોડીક જાણકારી મેળવી લઈએ.

ગુજરાતી ભાષા નો ઇતિહાસ અને ઉત્પતિ (History of Gujarati Language and Grammar)

ઇતિહાસ ની વાત કરીએ તો ગુજરાતી ભાષા વિશે એક રોચક કથા પ્રચલિત છે. એક વાર પાટણ ના રાજા સિદ્ધરાજ જયસિંહ એ માળવા ના રાજા યશોવર્મન ને યુદ્ધ માં પરાજિત કર્યા હતા. આ દરમિયાન યશોવર્મન પાસેથી સિદ્ધરાજ જયસિંહ દ્વારા સોનમહોર ના રૂપ માં મોટી રકમ લેવામાં આવી હતી. તે સમયે માળવા ના રાજા યશોવર્મને સિદ્ધરાજ જયસિંહ પર ભાષા ને સંબંધિત મેણું માર્યું હતું. કે તારા રાજ્ય ની ભાષા પણ પોતાની નથી

સિદ્ધરાજ જયસિંહ દ્વારા હેમચંદ્રાચાર્ય ને પ્રેરિત કરવામાં આવ્યા. મુનિ હેમચંદ્રાચાર્ય દ્વારા સિદ્ધહેમશબ્દાનુંશાસન નામનો ગુજરાતી વ્યાકરણ નો ગ્રંથ લખ્યો. સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ ગ્રંથ ને હાથી ની સોનાની ની અંબાડી પર મૂકી સન્માન સાથે કોષાગાર માં મૂકવામાં આવ્યો હતો.

Gujarati Varnamala | ગુજરાતી વર્ણમાળા

વર્ણમાળા એ કોઈ પણ ભાષાનું મહત્વપૂર્ણ અંગ છે. વર્ણ એ કોઈ પણ ભાષા નો નાનામા નાનો એકમ છે. વર્ણ દ્વારા જ શબ્દ અને શબ્દ દ્વારા વાક્ય ની રચના થાય છે. [વધુ વાંચો]

શબ્દ | Word in Gujarati Vyakaran

જુદા જુદા વર્ણ ભેગા થયી એક શબ્દ ની રચના કરે છે. વર્ણ ને પોતાનો માત્ર અવાજ હોય છે જ્યારે તેનો અર્થ હોતો નથી. પરંતુ જ્યારે જુદા જુદા વર્ણ ભેગા થયી એક શબ્દ બનાવે છે ત્યારે તે એક નવો અર્થ પણ અવાજ સાથે ઉત્પન કરે છે. [વધુ વાંચો]

વાક્ય | Sentence in Gujarati Grammar

જ્યારે બે કે તેથી વધુ શબ્દ સાથે મળી એક સંપૂર્ણ અર્થ નીકળે તેવી રચના બનાવે તેને વાક્ય કહેવાય છે. આ વાક્ય જુદા જુદા પ્રકાર ના હોય છે પરંતુ તેનો એક સંપૂર્ણ અર્થ નીકળતો હોય છે જેમ કે “મારુ નામ સંદીપ છે.” એમ અહી વાક્ય નો સંપૂર્ણ અર્થ નીકળે છે અને વાક્ય પૂર્ણતા નો ખ્યાલ કરાવે છે. [વધુ વાંચો]

પદ | Phrases in Gujarati Vyakaran

કોઈ પણ સંપૂર્ણ વાક્ય એ જુદા જુદા પદ દ્વારા બનેલું હોય છે. જુદા જુદા પદ એટલે કે સંજ્ઞા, નામ, સર્વનામ, વિશેષણ ક્રિયા વગેરે. વાક્ય માં પદ ની વધારે સમજણ માટે [વધુ વાંચો]

વિરામ ચિહ્ન

વિરામ ચિન્હ ને વાક્ય ના અંત માં પ્રયોગ કરવામાં આવે છે જેનાથી વાક્યની રચના અને બોલવાના ભાવ નો ખ્યાલ આવે છે. વિરામ ચિન્હ “.”, “!”, “?” જેવા હોય શકે છે. જેના આધારે સમજાય છે કે વાક્ય માં પ્રશ્નાર્થ નો ભાવ, કે આશ્ચર્યનો ભાવ પ્રકટ કરવાનો છે. [વધુ વાંચો]

સંજ્ઞા | Sangya in Gujarati

જે પણ શબ્દ દ્વારા કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, જાતિ કે જગ્યા નો ખ્યાલ આવે તેને સંજ્ઞા કહેવાય છે. જેમ કે નદી, પર્વત, સમુદ્ર, નર્મદા, રમેશ, અમદાવાદ, નગર, ઘર વગેરે સંજ્ઞા વાચક શબ્દ છે. [વધુ વાંચો]

સર્વનામ | pronoun in gujarati

વ્યક્તિ વાચક સંજ્ઞા ના સ્થાન પર સર્વનામ નો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કોઈ સ્ત્રી કે પુરુષ ના સ્થાને મે, હું, તું, તમે, તે, વગેરે, સર્વનામ પર વધારે વાંચવા માટે અહી ક્લિક કરો [વધુ વાંચો]

વિશેષણ | Adjective in Gujarati

સંજ્ઞા કે સર્વનામ શબ્દો ની વિશેષતા બતાવવા માટે વિશેષણ નો ઉપયોગ કરવામાં આવે છે. વિશેષણ ગુણ, દોષ, સંખ્યા કે પરિમાણ જેવા શબ્દો માટે ઉપયોગ માં લેવામાં આવે છે. [વધુ વાંચો]

ક્રિયાપદ | Kriyapad(Verb) in Gujarati

જે પણ શબ્દ કે શબ્દના સમૂહ વડે કોઈ પણ કાર્ય કે ક્રિયા થવાનો ખ્યાલ આવે તેને ક્રિયાપદ કહેવાય છે. જેમ કે “સંદીપ લખી રહ્યો છે.” માં લખવું એ એક ક્રિયા છે આથી તે ક્રિયા પદ છે. [વધુ વાંચો]

કૃદંત | Participle in Gujarati Grammar

કૃદંત એક એવું પદ છે જેના વગર વાક્ય નો અર્થ પૂર્ણ થતો નથી. પરંતુ તે ક્રિયાપદ પણ નથી આમ વાક્ય ની અધૂરી ક્રિયા ને દર્શાવતા પદ ને કૃદંત કહેવાય છે. કૃદંત વિશે [વધુ વાંચો]

નિપાત | Nipat in Gujarati

નિપાત શબ્દ એ ભારવાચક શબ્દ છે, વાક્ય માં તેને ઓળખવો ખુબજ સહેલો છે. સંજ્ઞા, સર્વનામ, વિશેષણ કે ક્રિયાવિશેષણ સાથે જે ભારવાચક શબ્દ હોય છે તેને નિપાત તરીકે ઓળખવામાં આવે છે. [વધુ વાંચો]

વિભક્તિ | Cases in Gujarati

સાત પ્રકાર ની વિભક્તિ હોય છે જે જુદા જુદા પ્રત્યેયો વડે ઓળખવામાં આવે છે. કરણ, સંપ્રદાન, અપાદાન વગેરે એમ સાત પ્રકાર ની વિભક્તિ વીસે વધુ જાણવા માટે અહી [વધુ વાંચો]

સંધિ | Sandhi in Gujarati Grammar

જ્યારે પણ બે પદ ને જોડતા સ્વર કે વ્યંજન માં કોઈ પણ પ્રકાર નો ફેરફાર થાય ત્યારે તેને સંધિ તરીકે ઓળખવામાં આવે છે. તેના બે પ્રકાર છે. સ્વર સંધિ અને વ્યંજન સંધિ. બંને સંધિ વિશે [વધુ વાંચો]

સમાસ | Samas

સમાસ એટલે સાથે બેસવું. જ્યારે બે કે તેથી વધુ પદ એક સાથે સંયોજાઈ નવું પદ રચે ત્યારે સમાસ બને છે. સમાસ ની મદદ થી લખાણ ટૂંકું અને સચોટ બનાવી શકાય છે. બંને પદ ને જોડાવાની રીત આધારે સમાસ ના ઘણા પ્રકાર બને છે…[વધુ વાંચો]

સમાનાર્થી શબ્દ | Synonyms in gujarati

એક જ સરખા અર્થ ધરાવતા બે શબ્દો ને એક બીજાના સમાનાર્થી કહેવાય છે. જેમ કે સૂર્ય ને રવિ, ભાનુ, સવિત, આદિત્ય વગેરે તરીકે ઓળખવા માં આવે છે. આથી આ બધા એકબીજાના સમાનાર્થી થયા. [વધુ વાંચો]

જોડણી | Jodani

જોડણી એટલે કે સ્પેલિંગ કોઈ પણ ભાષા માટે જોડણી એક મહત્વનુ અંગ છે. જોડણી દ્વારા જે તે શબ્દ નો અર્થ સમજી શકાય છે. જોડણી વિશે કેટલાક નિયમો પણ છે તો જોડણી એ એક આંખ નો વિષય છે. [વધુ વાંચો]

લિંગ અને વચન | Ling and Vachan

લિંગ ના ત્રણ પ્રકાર હોય છે. 1 સ્ત્રીલિંગ, 2 પુલ્લિંગ, 3 નપુસકલિંગ [વધુ વાંચો]

વચન ના બે પ્રકાર હોય છે. 1 એક વચન, 2 બહુ વચન.

અલંકાર | Alankar in Gujarati Grammar

અલંકાર એટલે આભૂષણ. શબ્દ કે અર્થ દ્વારા વાક્ય મે ચમત્કૃતિ ઉત્પન્ન કરવા માટે અલંકાર નો ઉપયોગ થાય છે. તે મુખ્યત્વે બે પ્રકાર ના હોય છે. શબ્દાલંકાર અને અર્થાલંકાર [વધુ વાંચો]

છંદ | Chhand in Gujarati Vyakaran

છંદ એ કાવ્યનું બહાર નું સ્વરૂપ છે. તેને કાવ્ય નું માપ પણ કહેવામા આવે છે. છંદ એ કાવ્ય નું બંધારણ નક્કી કરે છે જે કાવ્ય માં વારંવાર પુનરાવર્તન પામ્યા કરે છે. [વધુ વાંચો]

વિરુદ્ધાર્થી શબ્દો | Opposite Word in Gujarati

એક બીજા થી તદ્દન વિપરીત અર્થ ધરાવતા શબ્દો ને વિરુદ્ધાર્થી શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે “ઇષ્ટ” નું વિરુદ્ધાર્થી “અનિષ્ટ”. [વધુ વાંચો]

શબ્દ સમૂહ માટે એક શબ્દ

વાક્ય ને ટૂંક માં લખવા માટે એક થી વધુ શબ્દો ના સ્થાને એક સચોટ શબ્દ લખવામાં આવે છે જે વાક્ય ને અર્થ સાભાર બનાવે છે. આ શબ્દ એટલે શબ્દ સમૂહહ માટે એક શબ્દ. [વધુ વાંચો]

રૂઢિપ્રયોગ

કોઈ પણ શબ્દ કે શબ્દસમૂહ તેના મૂળ અર્થ ને બદલે તેના વિશિષ્ટ કે લાક્ષણિક અર્થ વપરાતા રૂઢ થયો હોય ત્યારે તેને રૂઢિપ્રયોગ કહેવામા આવે છે. [વધુ વાંચો]

કહેવત | Gujarati Kahevat

કહેવત એટલે એવા વાક્યો કે જે ભૂતકાળ માં લોકો દ્વારા તેમના અનુભવ ના આધારે અને શીખ આપવા માટે કહેવામા આવેલ હોય. [વધુ વાંચો]

અહી અમે ગુજરાતી વ્યાકરણ(Gujarati Grammar) ને લગતા લગભગ બધાજ મહત્વપૂર્ણ ટોપિક ને કવર કરી લીધા છે. અમને આશા છે કે આપણે અહી આપેલી જાણકારી ગમી હશે. જો અહી આપેલી જાણકારી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેંટ થકી જણાવવા વિનંતી